Delhi Assembly Election Result: AAPની આંધીમાં પણ BJP આ બેઠકો પર અડીખમ, મતોની ટકાવારીમાં જંગી વધારો
દિલ્હીમાં તો અત્યારે આમ આદમી પાર્ટીની આંધી ચાલી રહી છે. રૂઝાનોમાં આપને સ્પષ્ટ બહુમત મળી રહ્યું છે. પરંતુ આપની આ આંધી વચ્ચે પણ ભાજપને ફાયદો પહોંચ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: દિલ્હીમાં તો અત્યારે આમ આદમી પાર્ટીની આંધી ચાલી રહી છે. રૂઝાનોમાં આપને સ્પષ્ટ બહુમત મળી રહ્યું છે. પરંતુ આપની આ આંધી વચ્ચે પણ ભાજપને ફાયદો પહોંચ્યો છે. ગત ચૂંટણીમાં માત્ર 3 બેઠકો પર સમેટાઈ ગયેલી ભજાપ આ વખતે બે નો આંકડો પાર કરતી જોવા મળી રહી છે. ચૂંટણી પંચના જણાવ્યાં મુજબ અત્યાર સુધી ભાજપને 40.5 ટકા અને આમ આદમી પાર્ટીને 51.6 ટકા મતો મળ્યાં છે. જ્યારે કોંગ્રેસને તો ફક્ત 4.43 ટકા મતો મળ્યાં છે.
જે બેઠકો પર ભાજપ આગળ છે તેમાં બવાના, મુંડકા, શાલીમાર બાગ, મોડલ ટાઉન, નજફગઢ, બિજવાસન, ઓખલા, મુસ્તફાબાદ, રાજૌરી ગાર્ડન, જનકપુરી, દિલ્હી કેન્ટ, જંગપુરા, છતરપુર, તુગલકાબાદ, કાલકાજી, લક્ષ્મી નગર, વિશ્વાસ નગર, કૃષ્ણા નગર, શાહદરા, રોહતાસનગર, ઘોંડા, કરાવલ નગર, ગોકલપુરી.
જુઓ LIVE TV
મત ગણતરી અગાઉ દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ ભાજપની જીતનો દાવો કર્યો હતો. જો કે હાલ દિલ્હીમાં 49 બેઠકો પર આપ અને ભાજપ 21 બેઠકો પર આગળ છે. મનોજ તિવારીએ કહ્યું કે હું નર્વસ નથી. ભાજપની ઓફિસમાં પણ જશ્નની તૈયારીઓ શરૂ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે